ચાલતી પટ્ટી

"KEEP VISITING THIS BLOG FOR LATEST EDUCATIONAL UPDATES." આ બ્લોગમા શિક્ષણને લગતી માહિતી મળી રહે તે માટે નાનકડૉ પ્રયાસ કરવામા આવ્યો છે.આ બ્લોગ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને એક પ્રેરણા પુરી પાડશે.

Blog Add

October 31, 2014

EDUCATIONAL NEWS UPDATES OF THE DAY :- 31/10/2014.

SHALA AAROGY TAPASNI KARYKRAM:-13/11/2014 TO 11/1/2015.

KUTCH MA STD. 1 THI 5 MA 259 VIDHYASAHAYAKO NI BHARTI THASE.

કચ્છમા` ધો. 1થી 5 માટે 259 વિદ્યાસહાયકોની નિયુક્તિ થશે
ભુજ, તા. 30 : રાજ્યના અ`તરિયાળ વિસ્તારો કે જ્યા` શિક્ષકોની વધારે ઘટ છે તેવા 13 જિલ્લાઓના 30 તાલુકાઓમા` જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમા` ધો. 1થી 5 ગુજરાતી માધ્યમમા` કુલ 1057 વિદ્યાસહાયકોની ટૂ`ક સમયમા` ભરતી કરવામા` આવશે રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમા` સૌથી વધુ કચ્છ જિલ્લામા` 259 જગ્યાઓ ભરાશે. આ અ`ગે ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સ`ઘના સ`ગઠનમ`ત્રી હરિસિ`હ જાડેજા તથા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી બહાદુરસિ`હ સોલ`કીના જણાવ્યા મુજબ કચ્છમા` ભુજ તાલુકામા` 40, લખપતમા` 50, નખત્રાણામા` 69, અબડાસામા` 60 તથા મા`ડવીમા` 40 મળી કુલ 259 વિદ્યાસહાયકોની નિમણૂક કરાશે. આ માટે આવતીકાલથી ઓનલાઇન અરજીઓ કરવાની પ્રક્રિયા શરૂ થાશે. શિક્ષણ વિભાગના તા. 23/9/14ના ઠરાવની શરતો અને જોગવાઇ મુજબ જિલ્લાના નિયત તાલુકાઓમા` જ આ ભરતી થનાર હોઇ નિમણૂક મેળવનાર વિદ્યાસહાયકને જે તે તાલુકામા` 10 વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે. તાજેતરમા` રાજ્ય સરકાર દ્વારા ફિકસ પેના કર્મચારીઓના પગારમા` વધારો કરાતા હવે વિદ્યાસહાયકોને પણ 5300ના બદલે 7800 પગાર મળવાપાત્ર થાશે તેવુ` કચ્છ જિલ્લા પ`ચાયતના પ્રમુખ ત્રિકમભાઇ છા`ગા તથા શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઇ પારસિયાએ ઉમેર્યું હતુ`. ભરતી બાદ કચ્છમા` શિક્ષક ઘટનો પ્રશ્ન મહદઅ`શે ઉકેલાઇ જશે તેવી આશા દર્શાવાઇ છે.

October 30, 2014

૯-૧૦ના ક્લાસોને પ્રાથમિક શાળામાં ભેળવી દેવા તૈયારી.

www.kjparmar.blogspot.com
--》પ્રાયોગિક ધોરણે ૫૦૦
શાળાઓની પસંદગી કરાશે : હાલ ધોરણ ૮ને
પ્રાથમિક
શાળામાં ફેરવી દેવામાં આવ્યા બાદ આને
મોટી સફળતા મળી જતા હિલચાલ હાથ
ધરાઈ
અમદાવાદ,
તા.૩૦,રાજ્યના શિક્ષણ
વિભાગ
દ્વારા ધોરણ-૮ને
પ્રાથમિક
શાળામાં ભેળવી દેવામાં આવ્યું
છે.
આ પ્રયોગને ભારે સફળતા મળી છે
ત્યારે હવે આ
સફળતાને આગળ
ધપાવતા આગામી સમયમાં ધોરણ-૯ અને ૧૦ના વર્ગોને પણ પ્રાથમિક
શાળામાં ભેળવી દઈને સળંગ ધોરણ-૧
થી ૧૦ની શાળા બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ
રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં માધ્યમિક
શાળાઓની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
નથી. એટલે પ્રાથમિક શિક્ષણ
મેળવ્યા બાદ હાઈસ્કુલની સુવિધા દુર
હોવાથી ધણા ગરીબ અને
મધ્યમવર્ગના પરિવારના બાળકોએ
માધ્યમિક શિક્ષણથી વંચિત રહેવું પડે છે.
આવી સ્થિતિમાં સરકાર દ્વારા ધોરણ-૮ને
પ્રાથમિક શાળાઓમાં ભેળવી દેવાનો સફળ
પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારે હવે આ
પ્રયોગને સફળતા બાદ
આગામી દિવસોમાં ધોરણ-૯ અને
૧૦ના વર્ગોને પણ પ્રાથમિક
શાળાઓમાં ભેળવી દેવાની કવાયત હાથ
ધરવામાં આવી છે. આ પ્રયોગ અમલી બને
તો ગ્રામ્ય વિસ્તારોના બાળકોને
પોતાના ગામમાં જ ધોરણ-૧ થી ૧૦ સુધીનું
શિક્ષણ મફત ઉપલબ્ધ બનશે. આ પ્રયોગ
માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે
પ્રાયોગિક રીતે રાજ્યની ૫૦૦ પ્રાથમિક
શાળાઓની પસંદગી કરી છે.
જેમાં પ્રાયોગિક તબક્કે ધોરણ-૯ અને
૧૦ના વર્ગો પ્રાથમિક
શાળામાં ભેળવી દેવામાં આવશે જો આ
પ્રયોગને સફળતા મળશે તો તેને
આગામી દિવસોમાં રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે.
આ સંદર્ભે જરૂરી તમામ માહિતી શિક્ષણ
વિભાગને મોકલી આપવા સંયુક્ત શિક્ષણ
નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારીઓને આદેશ આપી દીધો છે
જે માહિતી મોકલવાની છે.

JAMNAGAR :- ROSTER REGISTER TAIYAR KARVA BABAT PARIPATRA.

�� નોલેજ ડોટ કોમ �� વાવાઝૉડા વિષે જાણવા જેવુ

65 km/h ની ઝડપે પવન ફૂંકાય એટ્લે તેને વાવાઝૉડુ કહી શકાય.

કોઈ પણ વાવાઝૉડા ના નામકરણ ની પધ્ધતિ રસપ્રદ છે. આ નામ પહેલે થી જ નક્કી કરાયેલા હોય છે.

"North Indian Occean" માથી આવતા વાવાઝૉડાનું નામ "ESCAP/WMO Typhoon Committee" એ પહેલેથી જ નક્કી કરેલા હોય છે.

ESCAP/WMO Typhoon Committee માં નીચે મુજબ ના દેશો નો સમાવેશ થાય છે. બાંગલાદેશ , ભારત, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન , શ્રીલંકા , થાઈલેન્ડ.

વાવાઝૉડા માટે ઉપરના દરેક દેશો એ પહેલે થી 8 - 8 નામ આપેલા છે. અને તેમાથી 8 લિસ્ટ બનેલા છે અત્યારે 5 નંબર ના લિસ્ટ સુધી પહોચી ગયા છીએ. લિસ્ટ એવીરીતે બનાવ્યું છે જ્યારે વાવાઝૉડુ આવે ત્યારે વારાફરથી દરેક દેશે એ આપેલા નામ ના લિસ્ટ માથી વારો આવે.

જેમકે હમણાં "હૂડ હૂડ" વાવાઝૉડુ આવ્યું, આ "હૂડ હૂડ" નામ ઓમાન એ આપેલ હતું.

ત્યારબાદ "નીલોફર" આવે છે તો આ નામા પાકિસ્તાન એ આપેલું છે.

આના પછી જે વાવાઝૉડુ આવશે તેનું નામ "અશોબા" હશે, આ નામ શ્રીલંકા દ્વારા રાખવામા આવેલું છે.

તેના પછી કોઈ વાવાઝૉડુ આવશે તો તેનું નામ "કોમેન" રાખવામા આવશે જેનું નામ થાઈલેન્ડ એ આપ્યું છે.

આમ 5 નંબર નું લિસ્ટ પૂરું થાય એટ્લે 6 નંબર ના લિસ્ટ માથી નામકરણ થશે. 6 નંબર ના લિસ્ટ માં ભારતે આપેલું નામ છે "મેઘ"

આ વાત કરી આપણે માત્ર "North Indian Ocean" ની. હવે જો આજ વાવાઝૉડુ North Indian Ocean થી South-West Indian ocean માં જાય તો આજ વાવાઝૉડા નું નામ Mauritius અને Madagascar એ નક્કી કરેલા નામ માથી લેવામાં આવે છે. એટલેકે "નીલોફર" નું નામ South-West Indian ocean બાજુ જવાથી "અડજલી" થઈ જશે.

નીલોફર એક અરેબિક શબ્દ છે અને તેનો અર્થ થાય છે કમળ.
